પોર્ન નહીં, ઇરોટિકાનું નિર્માણઃ શિલ્પાનો દાવો

Saturday 31st July 2021 05:16 EDT
 
 

મુંબઇઃ રાજ કુન્દ્રાની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીએ દાવો કર્યો છે કે રાજ આ સમગ્ર કેસમાં નિર્દોષ છે, તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને વેચવાનાં કાર્યમાં સંડોવાયેલા નથી. રાજ પોર્ન નહીં, ઇરોટિકા ફિલ્મો બનાવતો હતો. શિલ્પા શેટ્ટીએ કહ્યું હતું કે, હોટશોટ્સ સાથે તેને કશું લાગતું વળગતું નથી. તે પતિ રાજ કુન્દ્રાની મોબાઈલ એપ્લિકેશનમાં ખરેખર શું કન્ટેન્ટ છે તેનાંથી માહિતગાર નથી.
આ કેસમાં શિલ્પા શેટ્ટીએ પૂછપરછ વેળા પોલીસને જણાવ્યું છે કે લંડન ખાતે રહેતા વોન્ટેડ આરોપી અને રાજ કુન્દ્રાનાં બનેવી પ્રદીપ બક્શી એપ્લિકેશન અને તેની કામગીરી સાથે સંકળાયેલો છે. મુંબઈના પોલીસ કમિશનર હેમંત નાગરાલેનાં જણાવ્યા મુજબ રાજ કુન્દ્રા આ કેસમાં મુખ્ય આરોપી છે. કુન્દ્રા અને તેનાં સાથીઓએ છેલ્લા દોઢ વર્ષમાં ૧૦૦થી વધુ પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવીને હોટશોટ્સ એપ પર અપલોડ કરી હતી. કુન્દ્રાની વિયાન કંપનીમાંથી જપ્ત કમ્પ્યૂટર્સ તેમજ અન્ય ડિવાઈસમાંથી તમામ ડેટા ડિલીટ કરાયો હતો.
પ્રેમના કલાત્મક દૃશ્યોઃ શિલ્પા
શિલ્પા શેટ્ટીએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, રાજ કુન્દ્રાની એપમાં પોર્નોગ્રાફિક ફિલ્મો નહીં પણ પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા કલાત્મક દૃશ્યો છે. પોતાનાં બચાવમાં શિલ્પા શેટ્ટીએ જે પોર્ન ફિલ્મો ગણાતી નથી તેવી ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવાતી અન્ય ફિલ્મોનું ઉદાહરણ આપ્યું હતું. મુંબઈ પોલીસ એની તપાસ કરી રહી છે કે રાજ કુન્દ્રાનાં બિઝનેસમાંથી શિલ્પા શેટ્ટીને કોઈ નાણાકીય લાભ મળ્યો છે કે નહીં. આ માટે તેનાં બેન્ક એકાઉન્ટ તપાસવામાં આવી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter