પોર્નોગ્રાફી કેસમાં કુંદ્રાને જામીન આપ્યા તો નીરવ મોદીની જેમ વિદેશ ભાગી જશે

Wednesday 18th August 2021 07:22 EDT
 
 

મુંબઈ: પોલીસે બિઝનેસમેન રાજ કુન્દ્રાની અરજી સામે વિરોધ નોંધવતા હાઈ કોર્ટને જણાવ્યું છે કે તેના જામીન મંજૂર થશે તો સમાજમાં ખોટો સંદેશો જશે. પોલીસે એવી દહેશત પણ વ્યક્ત કરી હતી કે જામીન પર મુક્ત થતાં કુન્દ્રા ફરી અપરાધ કરી શકે છે કે, પછી નીરવ ચોકસી અને મેહુલ ચોકસીની જેમ દેશ છોડીને ભાગી છૂટવા પ્રયાસ કરી શકે છે. એપ્સના માધ્યમથી પોર્નોગ્રાફી કન્ટેન્ટ તૈયાર કરીને સ્ટ્રીમ કરવાના આક્ષેપસર રાજ કુન્દ્રાની ગયા મહિને ધરપકડ થઈ હતી. હાલ તે જ્યુડિશ્યલ કસ્ટડીમાં છે.
જામીન અરજીમાં કુંદ્રાએ રજૂઆત કરી હતી કે પોલીસે એપ્રિલમાં આ સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે. તે ચાર્જશીટ કે કેસ સંબંધી એફઆઈઆરમાં પણ તેના નામનો ઉલ્લેખ નથી. ચાર્જશીટમાં જે આરોપીનું નામ છે તે જામીન પર બહાર છે. એવી રજૂઆત પણ કરી છે કે મેજિસ્ટ્રેટ કોર્ટે તેની જામીન અરજી ફગાવીને ભૂલ કરી છે.
કુન્દ્રાએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે સમગ્ર આદેશ અટકળો અને શંકા પર આધારિત હોવાથી રદ કરવા પાત્ર છે. મેજિસ્ટ્રેટ તે જોવામાં નિષ્ફળ ગયા છે કે, અરજદાર વિરુદ્ધ કોઈ પુરાવા નથી.
પહેલી વખત લાઇવ વીડિયોમાં દેખાઇ
અશ્લીલ ફિલ્મો બનાવા માટેના ગુના હેઠળ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની ધરપકડ કરાઇ છે. ત્યાર પછી અભિનેત્રી પ્રથમ વખત સ્વતંત્રતા દિવસે સોશિયલ મીડિયા પર વીડિયોમાં જોવા મળી હતી. તેણે એક પોસ્ટ શેર કરીને નકારાત્મક વિચારો અને પ્રાણાયમની વાતો કરી હતી. શિલ્પાએ આ વીડિયોમાં નેઝલ પેસેજને સાફ કરવાની માહિતી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, શ્વાસ લેવાનો નાકનો રસ્તો સ્વચ્છ હોય તો શ્વાસ દ્વારા ઓક્સિજન મગજ સુધી પહોંચે છે તેમજ ઇમ્યુનિટી સુધરે છે.
આ પછી શિલ્પાએ નકારાત્મક વિચારો પર કાબુ મેળવવા વિશે પણ જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે, મુશ્કેલીમાં નકારાત્મક વિચારો આવે એ સ્વાભાવિક છે. પરંતુ તેના પર કાબુ મેળવવા માટે પ્રાણાયમ કરવું જરૂરી છે. તેથી પોઝિટિવ રહેવાની સાથેસાથે પ્રાણાયમને રોજિંદા જીવનમાં અપનાવાવું જોઇએ. આ ઉપરાંત શિલ્પાએ દરેકને કોરોના વાયરસથી બચવા માટે માસ્ક પહેરવા, સેનેટાઇઝર વાપરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગની સલાહ પણ આપી હતી.
કુન્દ્રા સાથેની તસવીર શેર કરતી શર્લિન
પોર્નોગ્રાફી કેસના દલદલમાં અત્યાર સુધી અનેક લોકો ફસાઈ ચૂક્યા છે. ક્રાઈમ બ્રાન્ચે તાજેતરમાં અભિનેત્રી શર્લિન ચોપરાની પણ આઠ કલાક પૂછપરછ કરી હતી. શર્લિને હવે તેના નામે બનેલા એપ માટે શૂટ થયેલી પ્રથમ તસવીર શેર કરી છે. કુન્દ્રા અને અન્ય એક વ્યક્તિ સાથે પોતાની તસવીર શેર કરતાં તેણે ટ્વિટ કરીને લખ્યું હતું કે, ‘૨૯ માર્ચ ૨૦૧૯નો દિવસ હતો. આર્મ્સપ્રાઇમ દ્વારા ધ શર્લિન ચોપરા એપના પ્રથમ કન્ટેન્ટ માટે શૂટિંગ થઈ રહ્યું હતું. મારા માટે તે નવો અનુભવ હતો કે મેં તે પહેલાં હું કોઈ એપ કન્ટેન્ટ સાથે સંકળાઈ નહોતી.
તસવીરમાં શર્લિન બિકીની, ટોપ અને શોર્ટ્સમાં નજરે પડે છે. શર્લિન આમ તો ન્યૂડ, ટોપલેસ તસવીરો માટે જાણીતી છે. પરંતુ પોર્નોગ્રાફી કેસમાં નામ સામે આવ્યા પછી તે કુંદ્રા વિરુદ્ધ બેફામ બોલતા સંકોચ નથી અનુભવતી.
‘કુન્દ્રાએ એડલ્ટ ફિલ્મોમાં ધકેલી’
બિઝનેસમેન કુન્દ્રાની મુશ્કેલી દિવસને દિવસે વધી રહી છે. આ કેસમાં એકટ્રેસ શર્લિન ચોપરાને મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચે પ્રોપર્ટી સેલ ઓફિસે નિવેદન આપવા માટે બોલાવી હતી. ક્રાઈમ બ્રાંચ શર્લિન ચોપરાથી એ જાણવા માગતી હતી કે શું આ ગેંગે પોર્ન ફિલ્મો માટે તેમનો એપ્રોચ કર્યો હતો અને કુંદ્રાનો આ સમગ્ર પ્રકરણમાં રોલ શું છે.
આ પહેલા શર્લિને એપ્રિલ ૨૦૨૧ના રોજ કુન્દ્રા સામે એફઆઈઆર કરી હતી અને આરોપ લગાવ્યા હતા કે રાજ કુન્દ્રાએ તેમને એડલ્ટ ફિલ્મોના બિઝનેસમાં ધકેલી હતી અને તેને એડલ્ટ કન્ટેન્ટમાં કામ કરવા માટે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter