પોલીસ હત્યાકાંડઃ વિકાસ દુબેને પકડવા હાઈ એલર્ટ જારી

Tuesday 07th July 2020 16:30 EDT
 
 

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના બિકરુ ગામમાં બીજી જુલાઈએ રાત્રે ૮ પોલીસ કર્મચારીઓના હત્યાકાંડના કેસમાં કાનપુર પોલીસે ચૌબેપુર પોલીસ મથકના થાણા પ્રભારી વિનય તિવારીને સસ્પેન્ડ કર્યાં છે. તિવારી સહિતના કેટલાક પોલીસ અધિકારી પર આરોપ છે કે બીજીએ રાત્રે પોલીસ વિકાસ દુબેના નિવાસે પર દરોડો પાડશે તેવી માહિતી તેમણે દુબેને પહોંચાડી હતી. વિકાસ હત્યાકાંડ આચરીને નેપાળ નાસી ગયાની શંકાથી લખીમપુર ખીરી જિલ્લામાં હાઇ એલર્ટની સૂચના અપાઇ છે. પોલીસને શંકા છે કે વિનોદ તિવારીએ જ ગેંગસ્ટર વિકાસ દુબેને દરોડાની માહિતી આપી દીધી હતી. વિકાસ દુબેની કોલ ડિટેલ્સમાંથી તિવારી સહિતના કેટલાક પોલીસ કર્મચારીના નંબર પોલીસને મળી આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter