પ્રનોય અને રાધિકા રોય પર સિક્યોરિટી માર્કેટમાં બે વર્ષ પ્રતિબંધ

Saturday 15th June 2019 07:14 EDT
 

મુંબઈઃ બજાર નિયમનકર્તા એજન્સી સેબીએ ૧૪મીએ એનડીટીવીના પ્રમોટર્સ પ્રનોય રોય અને રાધિકા રોય પર આગામી બે વર્ષ સુધી સિક્યુરિટી બજારમાં ભાગ લેવા માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. વધુમાં આ સમયગાળા દરમિયાન પ્રનોય અને રાધિકા એનડીટીવીમાં મેનેજમેનેટ હોદ્દો પણ નહીં સંભાળી શકે. એનડીટીવીના શેરહોલ્ડર્સે કરેલા આક્ષેપો પછી સેબીએ તપાસના આદેશ આપ્યા હતા. શેરહોલ્ડર્સે આક્ષેપ કર્યો હતા કે આરઆરપીઆર હોલ્ડિગ (એનડીટીવી પ્રમોટર કંપની) પ્રનોય રોયલ તેમજ રાધિકા રોયે તેમણે વિશ્વપ્રદાન કર્મશિયલ (વીસીપીએલ) સાથે કરેલા કરારો જાહેર નહોતા કર્યાં ૧૪ ઓક્ટોબર, ૨૦૦૮થી ૨૨ નવેમ્બર ૨૦૧૭ દરમિયાન આ તપાસ ચાલી હતી. અંતે સેબીએ તાજેતરમાં કરેલા આદેશ મુજબ પ્રમોટર્સના મુચ્યુઅલ ફંડ્સના યુનિટ્સ સહિત વર્તમાન હોલ્ડિંગસ પણ ફ્રીઝ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter