પ્રવાસીની મરજી વિના રિઝર્વ્ડ ટિકિટ ડાઉનગ્રેડ કરી તો એરલાઇને વળતર ચુકવવું પડશે

Wednesday 04th January 2023 03:59 EST
 
 

નવી દિલ્હીઃ એવિએશન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ નવા નિયમો જારી કરી રહી છે જેના અનુસાર એરલાઈન્સ પ્રવાસીઓએ અમુક વર્ગ માટે આરક્ષિત કરેલી ટિકિટ તેમની મરજી વિના જ ડાઉનગ્રેડ કરશે તો તેણે પ્રવાસીને વળતર ચૂકવવું પડશે. એરલાઈન્સની મનમાની ભોગવી રહેલા પ્રવાસીને એનાથી રાહત મળશે એમ મનાય છે.
ડીજીસીએ દ્વારા જારી થનાર નવા નિયમો અનુસાર પ્રવાસીઓની આરક્ષિત ટિકિટ ડાઉનગ્રેડ કરવામાં હવે એરલાઇન્સની મનમાની નહીં ચાલે. તેમણે તેના માટે પ્રવાસીને વળતર ચૂકવવું પડશે. એટલું જ નહીં, સંબંધિત એરલાઈન્સે પ્રવાસીને ટેક્સ સહિત આવી ટિકિટના પૂરા નાણાં રિફંડ પણ આપવા પડશે તેમજ અસર પામેલ પ્રવાસીને પછીના ઉપલબ્ધ વર્ગમાં વિનામૂલ્ય લઈ જવો પડશે.
વિમાન પ્રવાસીઓ પાસેથી પોતાની આરક્ષિત ટિકિટો ડાઉનગ્રેડ થવા વિશે સેંકડો ફરિયાદો મળ્યા પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન હવે પ્રવાસીઓની ફરિયાદ દૂર કરવા મોજૂદ નિયમાવલીમાં ફેરફાર કરી રહ્યું છે.
ડીજીસીએના કાર્યાલયે જણાવ્યું હતું કે સૂચિત નવા ફેરફાર લાગુ થયા બાદ ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને ટેક્સ સહિત પૂરું રિફંડ આપીને એરલાઈન્સે બીજા ઉપલબ્ધ વર્ગમાં તેને વિનામૂલ્યે લઈ જવો પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter