પ્રાણપ્રતિષ્ઠા વખતે ગર્ભગૃહમાં મોદી સહિત ફક્ત પાંચને પ્રવેશ

Saturday 06th January 2024 06:13 EST
 
 

અયોધ્યા: અયોધ્યામાં શ્રીરામમંદિરનું 22મી જાન્યુઆરીએ ઉદ્ઘાટન થવાનું છે અને મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવાની છે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પૂરેપૂરી પૂજા અને વિધિવિધાન સાથે કરવામાં આવશે. પ્રાણપ્રતિષ્ઠા વખતે ભગવાન રામની મૂર્તિની આંખો પર પટ્ટી બાંધવામાં આવશે. રામની મૂર્તિની આંખો પર પટ્ટી હટાવતી વખતે ગર્ભગૃહમાં મોદી સહિત 5 મહાનુભાવોને જ પ્રવેશ આપવામાં આવશે. જેમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સંઘ પરિવારના વડા મોહન ભાગવત, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્ય પૂજારીનો સમાવેશ થાય છે. પીએમ મોદીના હસ્તે રામલલાનાં મુખારવિંદને દર્પણમાં દર્શાવવાનું શુભ કાર્ય કરવામાં આવશે. મંદિરનાં ઉદ્ઘાટન પહેલા આખી અયોધ્યા રામમય બની ગઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter