નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ કોંગ્રેસમાં પણ હાઇ કમાન્ડે ભારે ફેરફાર કર્યા છે. પ્રિયંકા ગાંધી સમગ્ર પ્રદેશના પ્રભારી મહાસચિવ રહેશે. તેઓ રાજ્યમાં પક્ષને નવેસરથી ઊભો કરવા કામ કરશે. આ માટે જ તેમણે જમીન પર ઉતારવાનો નિર્ણય કર્યો હતો. રાહુલ ગાંધીના ઘર ૧૨, તુઘલક રોડમાં તેમણે ઉત્તર પ્રદેશ માટે વોર રૂમ પણ બનાવ્યો છે. ઉત્તર પ્રદેશથી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને લોકસભા ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારો સાથેની બેઠકમાં પ્રિયંકાએ સંકેત આપ્યા હતા કે, ૨૦૨૨માં રાજ્ય વિધાનસભા ચૂંટણી પછી તેઓ મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર રહેશે. આ માટે તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં રોડ શો કરશે. આ સાથે તેઓ એક કરોડ નવા સભ્ય પણ બનાવશે.