લખનઉ: કોંગ્રેસનાં મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશનાં પ્રભારી બન્યા પછી પ્રિયંકા ગાંધીએ પહેલી વાર ૧૧મીએ લખનઉમાં મેગા રોડ શો યોજીને શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસનેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે બસની છત પર સવાર થયાં હતાં અને એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી ૧૪ કિ.મી. લાંબો રોડ શો યોજીને લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂક્યું હતું. આ રોડ શો ૫ કલાક ચાલ્યો હતો. રસ્તામાં ૫૦ સ્થળે શમિયાણા બાંધવામાં આવ્યા હતા. ત્યાં પ્રિયંકા-રાહુલ અને સિંધિયાનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું. ઠેરઠેર લાગેલા પોસ્ટર્સ અને હોર્ડિંગ્સમાં ક્યાંક પ્રિયંકાને દુર્ગા માતાના અવતારમાં દર્શાવાયાં હતાં.
રસ્તામાં પ્રિયંકા અને રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
રોડ શોમાં રાહુલે વચ્ચે કહ્યું કે, અમે ઉત્તર પ્રદેશમાં ફ્રન્ટફૂટ પર રમીશું, બેકફૂટ પર રમનારા નથી. પ્રિયંકાનું લક્ષ્ય લોકસભાની ચૂંટણીની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં
૨૦૨૨માં કોંગ્રેસની સરકાર બનાવવાનું છે.


