ફાઈટર પ્લેનનાં લેન્ડિંગ માટે ચાર રાજ્યોના ૨૨ હાઈવે રનવે

Thursday 20th October 2016 07:12 EDT
 

નવી દિલ્હી: દેશના ૨૨ હાઇવેને રનવેની જેમ વિકસાવવામાં આવશે. સંરક્ષણ અને હાઈવે મંત્રાલય મળીને આ દરખાસ્ત મુદ્દે વિચારણા કરી રહ્યા છે. યુદ્ધ સમયે લડાયક વિમાનના લેન્ડિંગ અને ટેકઓફ માટે આ રનવે કામ લાગશે.

ભારત ગયા વર્ષે મિરાજ ૨૦૦૦ને યમુના એક્સપ્રેસ હાઇવે પર ઉતારીને પરીક્ષણ કરી ચૂક્યું છે. માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યા મુજબ રનવે બનતાં વિમાન પહોંચવા મુશ્કેલ છે તે સ્થાનોની કનેક્ટિવિટી પણ વધી જશે. ગડકરીએ કહ્યું કે દરખાસ્તને આખરી ઓપ આપવા ટૂંકમાં જ પરિવહન અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે ટૂંક સમયમાં બેઠક મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter