ફારૂકાબાદમાં અપહરણકર્તા ઠારઃ ૨૫ બાળકો મુક્ત

Thursday 06th February 2020 07:42 EST
 

ફારૂકાબાદઃ ઉત્તર પ્રદેશના ફારૂકાબાદમાં ૪૦ વર્ષીય સુભાષ બાથમે ૩૧મી જાન્યુઆરીએ પોતાના ઘરે પુત્રીની બર્થ ડે પાર્ટીનું આયોજન કરીને બાળકોને બોલાવ્યા હતા. સાંજે છ વાગ્યે આ બાળકો ઘરે આવ્યા હતા બાદમાં તેને બંધી બનાવી લેવાયા હતા. જોકે પોલીસે બહુ જ આયોજનબદ્ધ રીતે આ બંધકને ઠાર માર્યો હતો અને બાળકોને રેસ્ક્યુ કરીને છોડાવી લીધા હતા.

બંધક સુભાષની પત્ની પણ ઘરમાં જ હતી પણ જ્યારે પોલીસ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે તે ઘરમાંથી ભાગવાનો પ્રયાસ કરતા બંધક બનાવાયેલા બાળકોના માતા પિતા તેના પર તૂટી પડયા હતા અને પથ્થરો મારી તેનું લિન્ચિંગ કર્યું હતું. બાદમાં તેને હોસ્પિટલમાં લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર બાળકોને બંધક બનાવનારો સુભાષ હત્યાનો આરોપી હતો હતો અને જામીન પર છુટયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter