ફોનપેને ભારતમાં શિફ્ટ કરવા બદલ વોલમાર્ટે રૂ. 8000 કરોડનો ટેક્સ ભરવો પડશે

Sunday 15th January 2023 09:02 EST
 
 

વોશિંગ્ટનઃ વોલમાર્ટ અને ફોનપેના અન્ય શેરધારકોએ ફોનપેને ભારતમાં શિફ્ટ કરવા બદલ 8 હજાર કરોડ (એક બિલિયન ડોલર)નો ટેક્સ ચૂકવવો પડશે. ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેનું હેડ ક્વાર્ટર ભારતમાં શિફ્ટ કરતા વોલમાર્ટે આ ટેક્સ ચૂકવવાનો આવ્યો છે. વોલમાર્ટે ફ્લિપકાર્ટને હસ્તગત કર્યા પછી ફોનપે પ્રાઇવેટ લિમિટેડને તેનાથી અલગ કર્યું છે. તેનું મુખ્ય મથક પણ સિંગાપોરથી ભારતમાં લાવ્યા છે. આ ફિનટેક કંપની જનરલ એટલાન્ટિક, કતાર ઇન્વેસ્ટમેન્ટ વગેરે પાસેથી કુલ 12 બિલિયન ડોલરનું ભંડોળ એકત્રિત કરી રહી છે. તેણે આ જંગી દંડ ચૂકવવો પડશે. આના પગલે ટાઇગર ગ્લોબલ મેનેજમેન્ટ સહિતના રોકાણકારોએ ભારતમાં ફોનપેના શેર નવા ભાવે ખરીદવા પડે તેવું બની શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter