ફોર્બ્સ 30 અંડર 30 એશિયાઃ ભારતીય યુવા પેઢીનો દબદબો

Wednesday 03rd June 2026 06:02 EDT
 
 

નવી દિલ્હીઃ પ્રતિષ્ઠિત મેગેઝિન ‘ફોર્બ્સ એશિયા’ દ્વારા જારી થયેલી વિવિધ ક્ષેત્રના 300 પ્રતિભાશાળી યુવાઓની વર્ષ 2026ની યાદીમાં ભારતીયોનું વર્ચસ જોવા મળ્યું છે. આ યાદીમાં સૌથી વધુ 78 એન્ટ્રી સાથે ભારત ટોચ પર છે. જ્યારે ચીન 46 એન્ટ્રી સાથે બીજા સ્થાને છે. ભારતીય યુવાનોએ 10 મિનિટમાં ડિલીવરી, મન શાંત કરનારું હેડસેટ, બે દિવસમાં ફોલ્ડિંગ હોસ્પિટલ-ઘરનું નિર્માણ કરતા ઈનોવેશન સાથે કમાલ કરી બતાવી છે. ક્રિકેટર વૈભવ સૂર્યવંશી, ચેસ પ્લેયર દિવ્યા દેશમુખ, કન્ટેન્ટ ક્રિએટર કુશાગ્ર મલ્હોત્રાએ પણ પ્રભાવ છોડ્યો છે...
• નિકેત શાહ, ઉજજવલ સુખેજા અને સરન એસ. (બેંગલુરુ): આ ત્રિપુટીએ મળીને ‘સ્વિશ’ એપ બનાવી છે, જે 10 મિનિટમાં તાજું ભોજન પહોંચાડે છે. કંપની શહેરોમાં ક્લાઉડ કિચનનું મજબૂત નેટવર્ક તૈયાર કરી રહી છે. આ કિચન માત્ર ઓનલાઇન ડિલિવરી માટે જ કામ કરે છે. (વેલ્યુએશનઃ રૂ. 1160 કરોડ)
• શ્રીરામ રવિચંદ્રન - ગોપીનાથ પાંડુરંગન્ (ચેન્નાઈ): પૂર જેવી કુદરતી આફતમાંથી પાઠ શીખીને આ જોડીએ ‘મોડયુલસ હાઉસિંગ’ની શરૂઆત કરી હતી. તેમનું આ સ્ટાર્ટઅપ માત્ર બે દિવસમાં તૈયાર થઈ જાય તેવા ફોલ્ડિંગ/મોડ્યુલર ઘર, હોસ્પિટલ અને સ્કૂલ બનાવે છે. 1200થી વધુ ઇમારત બનાવી ચૂક્યું છે. (રેવેન્યુઃ રૂ. 300 કરોડ)
• રામ્યા યેલ્લાપ્રગડા - લક્ષ્ય સાહની (બેંગલુરુ): સ્ટાર્ટઅપ માર્બલ્સ હેલ્થે હેડસેટ ‘ઈઝ’ બનાવ્યું છે. આ હેડસેટ હળવા વિદ્યુત પ્રવાહ દ્વારા મગજને ઉત્તેજિત કરીને ચિંતા, તણાવ, એડીએચડીમાં રાહત આપે છે. તેને દિલ્હી ‘એઇમ્સ’નું પણ સમર્થન મળેલું છે. (વેલ્યુએશનઃ રૂ. 15 કરોડ)
• શિવા ગણેશ ગડ્ડમ - મધુલશ બાબુ ક્રોવ્વિદી (આંધ્ર-તેલંગણ): જેનેઆઈ5 સ્ટાર્ટઅપ દ્વારા શિવા કોમિક્સની મદદથી બાળકોને આર્થિક સાક્ષરતા શીખવે છે. જ્યારે મધુલશે ‘લેબ ઓન વ્હીલ્સ' બસ બનાવીને ગ્રામ્યના 60 હજારથી વધુ વિદ્યાર્થીને એઆઈ-રોબોટિક્સના શિક્ષણ સાથે જોડ્યા છે.
• રાજેશ્રી દેવતલૂ - બેસ્ટા પ્રેમસાઈ (બેંગલુરુ): સ્ટાર્ટઅપ ‘વેક્રોસ’એ એઆઈ સંચાલિત ડ્રોન ‘એથેરા’ બનાવ્યું છે. આ ડ્રોન જીપીએસ, રેડિયો કે માનવીય મદદ વગર પણ ઉડી શકે છે. આ ડ્રોન કોઈ પણ વસ્તુ સાથે અથડાયા વગર ઓટોમેટિક લેન્ડિંગ, સુરક્ષા કરવા માટે પણ સક્ષમ છે. (વેલ્યુએશનઃ રૂ. 25 કરોડ)
• ભાવિતા મંડાવાઃ પ્રખ્યાત ફેશન હાઉસ ‘શનેલ’ની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. તે મેટ ગાલામાં પદાર્પણ કરનારી અને ‘શનેલ’નું કલેક્શન ઓપન કરનારી પ્રથમ ભારતીય મોડલ છે. તેની ઉમર માત્ર 25 વર્ષ છે.
• શ્રુતિ ચંદઃ સ્ટાર્ટઅપ ‘નારિકા’ મહિલાઓ માટે રીયુઝેબલ ઇનરવેર બનાવે છે, જેનાથી 3 વર્ષમાં 200 પેડ બચાવી શકાય છે. આ પ્રોડક્ટ્સ ભારત, નેપાળ, શ્રીલંકાની 50 હજાર મહિલા સુધી પહોંચી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter