દિનાજપુરઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી ૪૫૪ કિમી દૂર આવેલા નોર્થ દિનાજપુર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક દુકાનની બહાર આવેલા ખુલ્લા વરંડામાંથી ભાજપ ધારાસભ્ય દેવેન્દ્રનાથ રોયની લાશ મળતાં હડકંપ મચ્યો હતો. ભાજપે તેમની હત્યા થયાનો આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસને પોકેટમાંથી સુસાઇડ નોટ પણ મળી છે. મૃતક ધારાસભ્યે સુસાઇડ નોટમાં પોતાના મોત બદલ બે લોકોને જવાબદાર માન્યા છે.