બંદુકધારી આતંકીથી પણ ખતરનાક ‘વ્હાઇટ કોલર જેહાદી’ કાશ્મીરમાં સક્રિય

Friday 03rd September 2021 05:15 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં હવે વ્હાઇટ કોલર જેહાદીઓ પણ સક્રિય થઇ ગયા છે. અને સુરક્ષા જવાનોના નિશાના પર આવા વ્હાઇટ કોલર જેહાદીઓ છે, જેને બંદુકધારી આતંકીઓથી પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યા છે.
આ પ્રકારના વ્હાઇટ કોલર જેહાદીઓને સાઇબર આતંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ કાશ્મીરમાં મોટા આતંકી હુમલા કરવાની તૈયારીમાં જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકીઓ હોવાના રિપોર્ટ એજન્સીઓને મળ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીરમાં ઉભરી રહેલો વ્હાઇટ કોલર આતંકવાદ ખતરનાક છે, જેની સાથે સંકળાયેલા આતંકીઓ ગુમનામ બનીને રહે છે, અને યુવાઓનું બ્રેન વોશ કરીને મોટુ નુકસાન કરે છે. આ પ્રકારના આતંકીઓ કાશ્મીરમાં હિંસા ભડકાવી શકે છે. સાથે જ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ દ્વારા કેટલાક યુવાઓને પ્રભાવિત કરી શકે છે. જ્યારે તેઓ ખુદ દુર કોઇ દેશમાં આરામ કરી રહ્યા હોય છે. બંદુકોની સાથે હવે આતંકીઓ સ્માર્ટફોન અને કંપ્યૂટરનો ઉપયોગ કરીને યુવાઓના બ્રેન વોશ કરી રહ્યા છે.
એજન્સીઓએ હાલ કાશ્મીરમાં હુમલાનું એલર્ટ જારી કર્યું છે. જેમાં જણાવવામા આવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ પીઓકેના જંદરોટ વિસ્તારમાં છે. તેમની સાથે એક ગાઇડ પણ છે. આ આતંકીઓ ગમે ત્યારે કાશ્મીરમાં ઘુસીને કોઇ મોટા હુમલાને અંજામ આપવાની તૈયારીમાં છે. આતંકીઓના નિશાના પર સુરક્ષા જવાનો પણ હોઇ શકે છે. ઘુસણખોરી માટે એલઓસી પાસે રેકી પણ કરી લેવામાં આવી છે. આતંકીઓ આઇઇડી દ્વારા આ હુમલાને અંજામ આપી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter