બદાયૂઃ ઉત્તર પ્રદેશના બદાયૂમાં જનપદ ગામની આંગણવાડીમાં સહાયક મહિલા ૩જીએ નજીકના ગામે આવેલા મંદિરમાં પૂજા કરવા ગઈ હતી ત્યાં મંદિરના પૂજારી સત્યનારાયણ પૂજારીના સહાયક વેદરામ અને ડ્રાઈવર જસપાલે મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યા પછી મહિલાના ગુપ્ત ભાગમાં સળિયો નાંખીને તેના આંતરિક અંગોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું અને તેના હાથ-પગ તોડી નાંખ્યા હતા. એ પછી આરોપીઓ રાત્રે મહિલાનો મૃતદેહ તેના ઘરની બહાર ફેંકી દીધો હતો. આ ઘટનામાં પોલીસે ૪૮ કલાક સુધી કોઈ કામગીરી ન કરતાં ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. આ બેદરકારી બદલ થાણા અધ્યક્ષને સસ્પેન્ડ કરી દેવાયા છે. પોલીસે આ ઘટનામાં વેદરામ નામના પૂજારીના સહાયક અને નામના ડ્રાઈવરની ધરપકડ કરી છે જ્યારે પૂજારી સત્યનારાયણની શોધ ચાલે છે. તેના ઉપર રૂ. ૫૦ હજારનું ઈનામ પણ જાહેર કરાયું છે.

