નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે પ્રથમ યાદીમાં ૭૮ ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં. કુશ્તીબાજ બબીતા ફોગાટ, ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ યોગેશ્વર દત્ત અને હોકીના પૂર્વ કેપ્ટન સંદીપ સિંહને ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. બબીતા દાદરી, યોગેશ્વર બરોદા અને સંદીપ સિંહ પિહોવાથી લડશે. હરિયાણામાં હાલ ભાજપની સરકાર છે. આ વખતે તેણે પોતાના હાલના ૩૮ ધારાસભ્યોને રિપીટ કર્યા છે પરંતુ ૮ ધારાસબ્યોની ટિકિટ કાપી છે. જેમાં બે પ્રધાન અને ડેપ્યુટી સ્પીકર સામેલ છે. યાદીમાં ૯ મહિલા અને બે મુસ્લિમોને પણ તક આપી છે. ૯૦ સભ્યોની વિધાનસભામાં પક્ષને હજુ ૧૨ ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે.