લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને દેશની રાજધાની સાથે જોડનાર યમુના એક્સપ્રેસ વે ‘મોતનો એક્સપ્રેસ’ બન્યો છે. યમુના એક્સપ્રેસ વે પર સોમવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લખનઉથી દિલ્હી જઈ રહેલી ઉત્તર પ્રદેશ રોડવેઝની એક બસના ચાલકને ઝોકું આવી જતાં બસ ઝરના નાળામાં ખાબકી હતી, જેમાં ૨૯ પ્રવાસીનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં તો ૨૦ કરતાં પણ વધારે પ્રવાસી ઘાયલ થયાં છે.


