નવી દિલ્હીઃ વેપારીઓના રાષ્ટ્રીય સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી)એ જણાવ્યું છે કે ચીનની સામગ્રીનો બહિષ્કાર ચાલી રહ્યો હોવાથી ચીનને આ દિવાળી તહેવારોમાં રૂપિયા ૫૦ હજાર કરોડનું નુકસાન જશે.
સીએઆઇટી દ્વારા એવી ધારણા પણ વ્યક્ત થઇ છે કે ગ્રાહકો આ વર્ષે દિવાળીના તહેવારોમાં રૂપિયા ૨ લાખ કરોડ ખર્ચ કરશે. સર્વેક્ષણ મુજબ દિવાળી સામગ્રી માટે ચીની નિકાસકર્તાને ભારતીય વેપારીઓ કે આયાતકર્તા દ્વારા કોઇ ઓર્ડર અપાયા નથી.
સીએઆઇટી દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સંગઠને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ચીની સામગ્રીના બહિષ્કારનું એલાન આપ્યું છે. તેને પગલે ભારતીય વેપારીઓએ ચીની સામગ્રીની આયાત અટકાવી દીધી હોવાથી ચીનને રૂપિયા ૫૦ હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના છે.