બાબરી કેસના પક્ષકાર ઈકબાલ અંસારી દ્વારા મોદીનું સ્વાગત

Thursday 04th January 2024 06:02 EST
 
 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા ત્યારે એરપોર્ટ પરથી રવાના થતા વડાપ્રધાન મોદીએ એક રોડ શો કર્યો હતો. આ સમયે લોકોએ પુષ્પવર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. રસ્તાની બંને બાજુ લોકો ઉમટી પડયા હતા. આ સમયે બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ પીએમ મોદી પર ગુલાબના ફૂલો વરસાવ્યા હતા. ઈકબાલ અંસારીએ કહ્યું કે, અયોધ્યા બધાને સંદેશ આપે છે. અહીં હિન્દુ મુસ્લિમ બધા સાથે મળીને રહીએ છીએ. એક બીજાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છીએ. પીએમ મોદીએ ઈકબાલ અંસારીને પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. વર્ષ 2020માં પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન માટે પહોંચ્યા હતા ત્યારે પણ બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter