નવીદિલ્હી: ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણી અડવાણી, સાંસદ મુરલી મનોહર જોશી અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીને બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં તપાસ કરતી સીબીઆઈ વિશેષ અદાલતમાં રૂબરૂ હાજર રહેવામાંથી મુક્તિ મળી છે. લખનઉ ખાતેની સીબીઆઈ વિશેષ અદાલત આ કેસમાં દૈનિક સુનાવણી હાથ ધરી રહી છે. અદાલતે ૩૦ મેના રોજ અડવાણી, જોષી અને ઉમા ભારતી સહિત ૧૨ લોકો સામે ચાર્જ ખડી કાઢ્યા હતા. તેમણે અપરાધ મુક્ત કરવા માટે કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. તેમને પ્રત્યેક રૂપિયા ૫૦ હજારના જામીન આપવામાં આવ્યા હતા.

