નવી દિલ્હીઃ ૧૯૯૨માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડવાના કેસમાં સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં ભાજપના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ તેમજ ઉમા ભારતી સહિત ભાજપના ૧૩ નેતાઓ સામે ગુનાઈત કાવતરું ઘડવા માટે ફરી ટ્રાયલ ચલાવવા માગણી કરી છે. સીબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે આ બંને નેતાઓ સામે રાયબરેલીમાં ચાલતા કેસને લખનઉની સ્પે. કોર્ટ સાથે જોડીને તમામ કેસની ટ્રાયલ સાથે ચલાવવામાં આવે.