લખનઉ: ઉત્તર પ્રદેશના અયોધ્યાની ૬ સપ્ટેમ્બર, ૧૯૯૨ના રોજ બનેલી બાબરી ધ્વંસના કેસમાં ખાસ સીબીઆઇ કોર્ટ ૩૦ સપ્ટેમ્બર ચુકાદો આપશે. વિશેષ સીબીઆઇ જજ સુરેન્દ્ર કુમાર યાદવે પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન કલ્યાણસિંહ, ભાજપ નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી અને વિનય કટિયાર સહિત ૨૨ આરોપીને એ દિવસે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ કર્યો છે. કોર્ટમાં તમામ આરોપીઓનાં નિવેદન નોંધ્યા પછી પહેલી સપ્ટેમ્બરે બચાવ પક્ષે લેખિતમાં ફરિયાદી પક્ષે સીબીઆઇએ ૪૦૦ પાનાની લેખિત દલીલ આપી છે. આ પહેલાં કોર્ટે ગયા મહિને ફરિયાદી પક્ષના બે સાક્ષી હાજી મહમૂદ અહમદ અને સૈયદ અખલાકની બાબરી ઢાંચો ધ્વંસ કેસમાં લેખિત દલીલો નોંધવાની માગ ફગાવતાં કહ્યું હતું કે તેઓ આ કેસમાં પીડિત નહોતા.

