હૈદરાબાદ: અખિલ ભારત મુસ્લિમ પર્સનલ બોર્ડ (એઆઈએમપીએલબી)એ અયોધ્યામાં બાબરી મસ્જિદની જમીનના મુદ્દે કોઈપણ પ્રકારનાં સમાધાનની શક્યતાને નકારી કાઢતાં જણાવ્યું હતું કે સમાધાનની દિશાની હિલચાલ ઇસ્લામના પાયાના સિદ્ધાંતનો ભંગ કરશે. હૈદરાબાદમાં આઠમીએ સાંજથી શરૂ થયેલા એઆઈએમપીએલબી ત્રિદિવસીય સંમેલનના ભાગરૂપે જ મળેલી કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, ‘બોર્ડ દ્વારા ડિસેમ્બર ૧૯૯૦ અને જાન્યુઆરી ૧૯૯૩માં પસાર કરવામાં આવેલા ઠરાવોમાં કોઈ ફેરફાર નહીં થાય.
અયોધ્યામાં આવેલી મસ્જિદની જમીનને કોઈપણ રીતે વેચી ના શકાય કે ભેટમાં ના આપી શકાય. એક વાર જમીન સમર્પિત થઈ ગયા
પછી તે અલ્લાહને અર્પણ થઈ ચૂકી છે.’