બાબા વૈદ્યનાથના શરણમાં મોદીઃ અગાઉ શિલાન્યાસ થતા... પથ્થર લટકેલા રહેતા, અમે એવું થવા દેતા નથી

Thursday 14th July 2022 06:02 EDT
 
 

દેવઘરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ઝારખંડની ધાર્મિક નગરી દેવઘર પહોંચ્યા હતા. તેમણે અહીં એરપોર્ટ અને એઈમ્સ સહિત સંખ્યાબંધ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડાપ્રધાને 10 કિલોમીટરનો રોડ શો કરી 12 જ્યોતિર્લિંગ પૈકી એક બાબા વૈદ્યનાથના દર્શન તથા પૂજન કર્યું હતું.
બાબાના ધામમાં તેમણે એક રેલીને સંબોધિત કરી હતી અને અગાઉની સરકારોની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે અગાઉ શિલાન્યાસ થતા... પથ્થર લટકેલા રહેતા, અમે એવું થવા દેતા નથી. વડા પ્રધાને ઝારખંડનાં દેવઘર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. વડા પ્રધાને કોલકાતા માટે ફ્લાઈટને લીલી ઝંડી બતાવી હતી.
એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ વડા પ્રધાન મોદી બાબા વૈદ્યનાથ ધામ મંદિર પહોંચી ગયા છે. એરપોર્ટથી વૈદ્યનાથ ધામ મંદિરનું અંતર લગભગ 10 કિલોમીટર છે. રોડ શો કરતા વડા પ્રધાન વૈદ્યનાથ મંદિર પહોંચ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter