શ્રીનગરઃ કાશ્મીરના ઉરી સેક્ટરમાં બારામુલ્લા જિલ્લાના બોનિયારનાં બુઝતલન વિસ્તારમાં સુરક્ષા જવાનો અને મસ્જિદમાં છુપાયેલા આતંકી વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આતંકી ઠાર કરાયો હતો. પોલીસે જણાવ્યું કે માર્યો ગયેલો આતંકી પાકિસ્તાનનો હતો અને તેનું નામ લુકમાન હતું. જૈશનો આ કથિત કમાન્ડર દક્ષિણ કાશ્મીરથી ઉત્તર કાશ્મીર જઈ રહ્યો હતો. તેનો ઈરાદો ભારતમાં ઘૂસેલા અન્ય આતંકીઓને આંતકી મિશન પર કામે લગાડવાનો હતો. આ ઓપરેશનમાં મસ્જિદનાં કેટલાક હિસ્સાને નુકસાનથયું હોવાનું જાણવા મળે છે. ઠાર કરવામાં આવેલા આતંકી જૈશનો ટોચનો કમાન્ડર હોવાનું જાણવા મળ્યુ હતું.