નવીદિલ્હીઃ વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પક્ષની અનુશાસન સમિતિ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ અનેક પદાધિકારીઓ, જિલ્લા અધ્યક્ષ અને વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ પક્ષવિરોધી ગતિવિધિમાં સંડોવાયેલા હોવાની ફરિયાદો અંગે તપાસ કરી રહી છે. તેનો અહેવાલ એક સપ્તાહમાં આવી જશે. પૂર્વ ધારાસભ્ય જગન્નાથ રાયની અધ્યક્ષતામાં રચાયેલી પ્રદેશ અનુશાસન સમિતિમાં લેવામાં આવેલા નિર્ણય પર પ્રદેશ કોંગ્રેસે મંજૂરીની મહોર મારી છે. નિર્ણયથી રાજકીય વર્તુળોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.