પટણાઃ બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે મહાગઠબંધનની ત્રીજી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ આરજેડી નેતા મનોજ ઝાએ કહ્યું કે મહાગઠબંધન સાથે મળીને લડશે અને બધી 243 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે. સભા દરમિયાન સ્ટેજ ૫૨ લગાવાયેલા પોસ્ટરમાં, તમામ 6 પક્ષોના ચૂંટણી પ્રતીકો ૫૨ આરજેડી નેતા તેજસ્વી યાદવના ફોટા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવા માટે બેઠક યોજાઈ હતી પરંતુ મહાગઠબંધન પક્ષો (આરજેડી, કોંગ્રેસ, ડાબેરી મોર્ચે, વિઆઈપી અને અન્ય) વચ્ચે સર્વસંમતિ થઈ શકી નહોતી.