સીતામઢી: રૂન્નીસૈદપુર બ્લોકની ટિકૌલી પંચાયત સમિતિના સભ્યપદે મિથલેશદેવી નામની મૃત સ્ત્રીને ચૂંટાયેલી જાહેર કરાયા પછી જિલ્લા તંત્ર આશ્ચર્યમાં મુકાઈ ગયું છે. ચૂંટણીમાં હરીફ ઉમેદવાર મુસરત ખાતૂનની ફરિયાદ પર જિલ્લા અધિકારીએ તપાસનો આદેશ આપ્યો હતો. આદેશ પછી પંચાયત સમિતિના નવા ચૂંટાયેલા સભ્યો પોતાનાં ઘર છોડીને ભાગી છૂટ્યા છે.
આશ્ચર્યની વાત છે કે ચૂંટણીપંચની ભૂલને કારણે મૃત્યુ પામેલાં મિથલેશદેવીની ઉમેદવારી કેવી રીતે નોંધાઈ તેની તપાસ તો ન થઈ, પણ તેઓ ચૂંટણી જીતી ગયાં અને વહીવટીતંત્ર પાસેથી પ્રમાણપત્ર પણ લેવામાં આવ્યું તેની તપાસ પણ ન થઈ. હવે આ મુદ્દો ગામમાં ચગતાં મામલાની તપાસ કરી રહેલા જિલ્લા પંચાયતીરાજ અધિકારીએ ધારાધોરણો પ્રમાણે રાજ્ય ચૂંટણીપંચને આ અંગેની બધી વિગતો મોકલી આપી છે.


