પટના: બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા વડા પ્રધાન મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહારમાં ૩ પેટ્રોલિયમ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. મોદી દ્વારા બિહારમાં જાહેરાત કરાયેલા રૂ. ૨૧૦૦૦ કરોડના ૧૦ મોટા પ્રોજેક્ટ પૈકીનો આ ૭મો પ્રોજેક્ટ હતો. લોકાર્પિત પ્રોજેક્ટમાં દુર્ગાપુર - બાંકા સેક્શન
પર પારાદીપ – હલ્દિયા - દુર્ગાપુર પાઈપલાઈન પ્રોજેક્ટ તેમજ બે એલપીજી બોટલિંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. બિહારમાં ચૂંટણી પ્રચારના સત્તાવાર પ્રારંભ પછી આ પ્રોજેક્ટ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.
બિહારમાં નીતિશકુમાર NDAનો ચહેરો
બિહારમાં નીતિશકુમારનાં નેતૃત્વમાં ચૂંટણી લડાશે તેવી જાહેરાત એનડીએ દ્વારા કરવામાં આવી હતી. મોદીએ કહ્યું હતું કે, બિહારમાં નીતિશકુમાર NDAનો ચહેરો છે. નીતિશકુમાર જેડીયુના નેતા છે જેઓ ચોથી વખત સત્તા મેળવવા અને મુખ્ય પ્રધાન બનવા ચૂંટણી લડી રહ્યા છે.