નવી દિલ્હીઃ બિહારમાં મગજના તાવથી ૧૫૦થી વધુ બાળકોના મોત અંગે સોમવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ૨૪મીએ નોટિસ સાથે જવાબ માગ્યો હતો. બંને સરકારોને સાત દિવસમાં સોગંદનામું દાખલ કરી જણાવવું પડશે કે બિહારમાં મગજનો તાવ અથવા એક્યુટ ઇનસિફેલાઇટીસ સિન્ડ્રોમને રોકવા અને પીડિતોને રાહત આપવા માટે કયાં પગલાં ઉઠાવાયાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ઉત્તર પ્રદેશમાં એવી બીમારીથી અનેક બાળકોનાં મોતની માહિતી પર કોર્ટે રાજ્ય સરકારને પણ નોટિસ જાહેર કરી દીધી.
૮ વર્ષમાં ૬ હજાર મોત
ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ મુજબ ૨૦૦૮થી ૨૦૧૪ વચ્ચે મગજના તાવથી લગભગ ૪૪ હજાર કેસો સામે આવ્યા છે. તેમાંથી ૬ હજાર લોકોના મોત થઈ ગયાં છે.