બીજાપુરમાં અથડામણ: નક્સલી ઠાર, ૨ CRPF જવાન શહીદ

Monday 10th February 2020 06:51 EST
 

બીજાપુરઃ છત્તીસગઢમાં બીજાપુર જિલ્લાના પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે સવારે નક્સલીઓ અને સીઆરપીએફ કોબરા ૨૦૪ બટાલિયનના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એક નક્સલી ઠાર મરાયો જ્યારે ૨ જવાન શહિદ થયા છે. અથડામણમાં ૨ જવાન પણ ઘાયલ થયા છે. જેમાં સીઆરપીએફ કમાન્ડર પણ સામેલ છે.
પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચેરાપલ્લી જંગલમાં ઘાત લગાવીને બેઠેલા નક્સલીઓએ જવાનો પર હુમલો કર્યો. સીઆરપીએફ કોબરા બટાલિયનના જવાન નક્સલીઓની હાજર હોવાની સૂચના મળતા તિપાપુરામ કેમ્પથી પામેડ ક્ષેત્ર તરફ સર્ચિંગ પર નીકળ્યા હતા.
આ દરમિયાન ઈરાપલ્લીના જંગલોમાં હાજર નક્સલીઓએ હુમલો કરી દીધો હતો. ઘાયલ જવાનોની મદદ કરવા માટે જવાનોની એક ટૂકડીને ઘટનાસ્થળે મોકલી દેવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter