બુલંદશહરઃ બુલંદશહેર હિંસામાં શહીદ થયેલા ઇન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હત્યા સેનાના જવાન જિતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીએ જ કરી હતી. તેણે દસ કલાક ચાલેલી પૂછપરછમાં પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. આ કેસમાં પોલીસ અત્યાર સુધી હિંસાના મુખ્ય આરોપી અને કાવતરાખોર બજરંગ દળના નેતા યોગેશ રાજ અને ભાજપ નેતા શિખર અગ્રવાલની ધરપકડ કરી શકી નથી.
યુપી એસટીએફએ જ્યારે જમ્મુ-કાશ્મીરના સોપોરમાં તૈનાત ૨૨ રાજપૂતાના રાઇફલ્સના જવાન જિતેન્દ્ર મલિક ઉર્ફે જીતુ ફૌજીની ધરપકડ પછી સતત ૧૦ કલાક તેની પૂછપરછ કરી હતી. એસઆઇટી અને એસટીએફની પૂછપરછ દરમિયાન તેને ૫૦૦ પ્રશ્રો પૂછવામાં આવ્યા હતાં. ત્યારબાદ જીતુ ફૌજીએ ઇન્સ્પેક્ટર સુબોધની હત્યાનો ગુનો કબૂલ કર્યો હતો. જો કે બુલંદશહર હિંસાનો માસ્ટરમાઇન્ડ અને બજરંગ દળનો નેતા યોગેશ રાજને પોલીસ હજુ સુધી પકડી શકી નથી. અને તેનો સાથી અને ભાજપ નેતા શિખર અગ્રવાલ પણ ફરાર છે.