બે કરોડ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા

Saturday 10th August 2024 06:26 EDT
 
 

અયોધ્યા: રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ 22 જાન્યુઆરીથી 14 જુલાઈ સુધીમાં બે કરોડ ભક્તોએ દર્શન કર્યા છે. દરરોજ લગભગ 1.12 લાખ ભક્તો અહીં દર્શને આવે છે. હાલ કાવડયાત્રા ચાલતી હોવાથી ભક્તોનો ધસારો વધ્યો છે. મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5.20 લાખ મુસાફરોની અવરજવર નોંધાઇ છે.
એરપોર્ટ ડાયરેક્ટરે જણાવ્યું કે, અકાસાની બે નવી ફ્લાઈટ શરૂ થઈ રહી છે. અયોધ્યાથી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા, ચેન્નાઈ, મુંબઈની ફ્લાઈટ્સ ઓપરેટ થાય છે.
1500 હોમ સ્ટે, 60 હોટેલનું નિર્માણ અયોધ્યામાં 1500થી વધુ હોમ સ્ટે છે. અયોધ્યા હોટલ એસોસિએશનનું કહેવું છે કે, 60 નવી હોટેલ બની છે. 30 હોટેલનું બાંધકામ ચાલે છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન બાંધવામાં આવેલ કામચલાઉ ટેન્ટ સિટી દૂર કરાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter