લાહોર: ભારત અને પાકિસ્તાન વચ્ચે લાહોરમાં યોજાયેલી સિંધુ જળસંધિ અંગેની વાટાઘાટો ૩૦મી ઓગસ્ટે પૂરી થઇ હતી. આ ચર્ચામાં પાકિસ્તાને ચેનાબ નદી પર ભારતના બંધાઇ રહેલા બે હાઇડ્રોપાવર અંગે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે આ વિરોધને ફગાવી દીધો હતો. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર બન્યા બાદ પ્રથમ વાર યોજાયેલી મંત્રણા બાદ પાકિસ્તાનના વોટર કમિશનરે જણાવ્યું હતું કે આ મુદ્દે કોઇ નિવેદન પ્રસિદ્ધ નહીં થાય. આ સંવેદનશીલ મુદ્દો છે અને વિદેશ મંત્રાલય નિવેદન આપશે. ભારતે પાકિસ્તાનો વિરોધ ફગાવી બંને હાઇડ્રોપાવર સ્ટેશનનું બાંધકામ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.