બેંગલુરુ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બેંગલુરુમાં ડ્રગ રેકેટ સાથે જોડાયેલી એક પ્રખ્યાત મોડેલની ધરપકડ કરી છે. એન.સી.બી.ના અધિકારીએ કહ્યું હતું કે તે મોડેલ આંતર રાજ્ય સ્તરના નશીલા દૃવ્યોના કૌભાંડમાં સંકળાયેલી છે. મોડેલ હાઈ પ્રોફાઇલ ગ્રાહકો અને કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ પૂરા પાડતી હતી. ૨૬ વર્ષની આ મોડેલ દર્શમિતા ગૌડા, ૨૦૧૪માં મિસ ક્વિન કર્ણાટક ખિતાબ જીતી હતી. આ મામલે મોડેલ પૂર્વે ૪ વ્યક્તિ ગિરફતાર થયા છે. આ મામલો ૩૦ નવેમ્બર ૨૦૧૫માં પ્રકાશમાં આવ્યો હતો. આ ગેંગ બેંગાલૂરુ ઉપરાંત મેંગલોર અને ગોવામાં પણ સક્રિય છે. એન.સી.બી.એ આર.ટી. નગરના એક પોશ એપાર્ટમેન્ટ પર છાપો માર્યો હતો ત્યાં મોડેલ પોતાના બોયફ્રેન્ડ સાથે રહેતી હતી. તે દરોડા દરમિયાન એપાર્ટમેન્ટમાંથી ૧૧૦ ગ્રામ કોકેઇન, ૧૯ ગ્રામ હશિશ, ૧.૨ ગ્રામ એમ.ડી.એમ.એ. અને એક એલ.એસ.ડી. જપ્ત કરાઇ હતી.


