નવી દિલ્હીઃ દિગ્ગજ બેડમિન્ટન પ્લેયર સાઈના નહેવાલે ૨૯મી જાન્યુઆરીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી દીધી છે. સાઈના ભાજપ માટે બહુ મહત્ત્વનો ચહેરો સાબિત થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપ કર્ણાટક સિવાય બીજા રાજ્યોમાં સારો દેખાવ નથી કરી રહી ત્યારે સાઈના નહેવાલની ભાજપમાં એન્ટ્રી મહત્ત્વની મનાય છે. આ પહેલા ખેલાડીઓની વાત કરવામાં આવે તો ક્રિકેટર ગૌતમ ગંભીર, પહેલવાન યોગેશ્વર દત્ત અને બબિતા ફોગટ તાજેતરમાં ભાજપમાં જોડાઈ ચૂક્યાં છે. સાઈના નહેવાલે ભારત માટે ૨૦૨૧માં ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે ભારતની પહેલી ખેલાડી બની હતી જેને ઓલિમ્પિક મેડલ મળ્યો હોય.

