બેન્કકર્મી તથા ખાતાધારક તમામ મહિલાઓ, કોઇ ડિફોલ્ટર નહીં

Thursday 10th March 2022 05:51 EST
 
 

ઝુંઝુનું: ભારતની બેન્કોમાંથી હજારો કરોડોની લોન લઈને ધનિકો વિદેશ નાસી ગયાના અહેવાલો તો આપણે જાણીએ જ છીએ, પરંતુ આ એવી અનોખી બેન્ક છે, જ્યાં કોઇ ડિફોલ્ટર નથી. એટલું જ નહીં, કોરોના કાળમાં દેશ-દુનિયામાં આર્થિક કટોકટીનો માહોલ સર્જાયો છે ત્યારે આ બેન્કમાં લોન એકાઉન્ટનો એક હપ્તો પણ લેટ થયો નથી. આ બેન્કના અધિકારી-કર્મચારીથી માંડીને ખાતાધારકો પણ માત્ર મહિલાઓ જ છે. રાજસ્થાન બરોડા પ્રાદેશિક ગ્રામીણ બેન્કે ગત વર્ષે માર્ચમાં ૩ મહિલા શાખાઓ શરૂ કરી હતી. ઝુંઝુનુના કારી, બખ્તાવરપુરા તથા પાતુસરીની આ શાખાઓમાં 11 મહિનામાં 14,876 મહિલાઓએ ખાતા ખોલાવ્યા છે. અહીં 3366 મહિલાઓને લોન અપાઈ છે અને રૂ. 116 કરોડનો કારોબાર કર્યો.
બખ્તાવરપુરા શાખાનો કારોબાર રૂ. 56.70 કરોડનો છે. જ્યાં 5949 ખાતાધારકોએ 28.16 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. શાખાએ 1710 મહિલાને લોન આપી હતી, પરંતુ કોઇ પણ મહિનો હપ્તો બાકી નથી. જ્યારે કારી બ્રાન્ચમાં શાખાએ 4716 ખાતાધારકોથી 12.16 કરોડ રૂપિયા લીધા છે. અહીં 812 લોન એકાઉન્ટ છે, પણ કોઇ એનપીએ નથી. પાતુસરી બ્રાન્ચમાં 4220 મહિલાએ 16.19 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. 844 મહિલાઓને લોન અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter