નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે વાતચીતને લઈને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સોમવારે મહત્ત્વની વાત કરી હતી, સુષમા સ્વરાજે કહ્યું કે, જ્યારે સરહદ પરથી નનામિ ઊઠી રહી હોય ત્યારે વાતચીતનું વલણ સારું લાગતું નથી. જ્યારે પાકિસ્તાનનાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે પાંચ સૂત્રો રાખ્યા હતા ત્યારે પણ સુષમાએ કહ્યું હતું કે, આતંકવાદને છોડવો જ એક ફોર્મ્યુલા હોઈ શકે. પઠાણકોટ પર હુમલો, બોર્ડર પર ફાયરિંગ અને સતત ઘૂસણખોરીના માહોલ વચ્ચે વાતચીત કરવી એ યોગ્ય નથી. આતંકવાદ પર વાતચીત ચાલુ રાખવામાં આવશે. પરંતુ, પાકિસ્તાનની સ્થિતિ ડામાડોળ છે. પાકિસ્તાન હવે વાતચીત કરવા માગે છે કારણ કે, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પાકિસ્તાનને વિખૂટો પાડી દેવાયો છે.