બ્લુ વ્હેલ ગેમ બાબતે ફેસબુક અને ગૂગલને નોટિસ

Friday 15th September 2017 07:16 EDT
 

મુંબઈઃ ધ બ્લુ વ્હેલ ગેમ પ્રકરણે દાખલ થયેલી અરજી પરની સુનાવણીમાં ફેસબુક અને ગુગલ એમ બંને કંપનીઓને મુંબઈ હાઇ કોર્ટે એક અઠવાડિયામાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. નોટિસ ૧૪મીએ ફેસબુક અને ગૂગલના ભારતના સરનામા પર મળી હોવાથી જવાબ આપવા માટે બંને કંપનીઓએ સમય માગ્યો છે. એના પર હાઈ કોર્ટે બંને કંપનીઓને આકરી ટકોર કરી છે કે અહીં બાળકોના જીવ જાય છે અને તમે આ બાબતે ગંભીર દેખાતા નથી. તેથી તમે વહેલાસર તમારો જવાબ રજૂ કરો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter