ભક્તો માટે રામમંદિરના દ્વાર જાન્યુઆરી 2024માં ખુલ્લા મૂકાશે

Sunday 06th November 2022 08:37 EST
 
 

અયોધ્યા: રામ મંદિરમાં રામલલાની મૂર્તિનું સ્થાપન કરાયા પછી જાન્યુઆરી 2024માં શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે આ માહિતી આપી હતી. શ્રી રામ જન્મભૂમિક તીર્થ ક્ષેત્ર અંગે તેમણે જણાવ્યું હતું કે, રામ મંદિરનું 50 ટકા કામ પૂરું થઇ ગયું છે અને અન્ય કામ પણ સંતોષજનક ગતિથી આગળ વધી રહ્યું છે. હવે જાન્યુઆરી 2024માં શ્રદ્ધાળુઓ માટે રામ મંદિર ખોલવામાં આવશે. એ પહેલા મકરસંક્રાંતિના રોજ રામલલાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. મહા સચિવ ચંપત રાયે કહ્યું કે, રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર આવતા વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે અને 14મી જાન્યુઆરી 2024ના રોજ રામલલાની મૂર્તિનું સ્થાપન કરાશે. રામ મંદિરના નિર્માણ માટે આશરે રૂ. 1800 કરોડનો ખર્ચ કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter