ભાગેડુ મેહુલ ચોકસીની રૂ. ૨૪ કરોડની મિલકત ટાંચમાં

Friday 12th July 2019 07:56 EDT
 

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીની રૂ. ૨૪ કરોડની મિલકત કબજે કરવામાં આવી છે. ત્રણે મિલકત દુબઇમાં આવેલી છે અને તેની ઉપર ઇડીની નજર હતી. આ મિલતોનું મૂલ્ય રૂ. ૨૪ કરોડ થવા જાય છે. રૂ. ૧૩૦૦૦ કરોડના બેંક કૌભાંડનો સહઆરોપી મેહુલ ચોકસી હાલમાં એન્ટિગુઆમાં રહે છે. ભારત સરકાર દ્વારા મેહુલ ચોક્સી અને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અહીં એ વાત ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી વિરુદ્ધ માત્ર દેશમાં જ નહી, પરંતુ વિદેશમાં પણ કાર્યવાહી ચાલી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter