ભાજપ અને જનતાદળ (યુ) બિહારમાં ૧૭-૧૭ બેઠક પર ચૂંટણી લડશે

Friday 16th November 2018 08:37 EST
 

પટનાઃ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીને હાંસિયામાં ધકેલીને એનડીએએ બિહારમાં લોકસભાની ૪૦ બેઠકોની ફાળવણી કરી લીધી છે. ભાજપ અને જનતાદળ(યુ) વચ્ચે થયેલી બેઠક વહેંચણી અનુસાર ભાજપ-જદયુ ૧૭-૧૭ બેઠક પર તો લોક જનશક્તિ પાર્ટી ૬ બેઠક પર ચૂંટણી લડશે. સમતાપાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય પ્રધાન ઉપેન્દ્ર કુશવાહા શરદ યાદવ તથા રાષ્ટ્રીય જનતા દળ નેતા તેજસ્વી યાદવને મળ્યાં હતા. ઉપેન્દ્ર કુશવાહની સમતા પાર્ટીને એક પણ બેઠક ફાળવાઈ નથી. બિહારની ૪૦ લોકસભાની બેઠકોમાંથી અડધી અડધી બેઠકો પર ચૂંટણી લડવાની ભાજપ-જદયુની જાહેરાત બાદ એનડીએના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી નારાજ બની છે. આરએલએસપી ચીફ ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપઅધ્યક્ષ અમિત શાહ સાથે વાત કરીને નારાજગી વ્યક્ત કરી હતી. રામવિલાસ પાસવાનની એલજેપી ૬ બેઠકો ફાળવાઈ છે. એનડીએના સાથી પક્ષો વચ્ચે બેઠકોની અદલાબદલી થઈ શકે છે. ૨૦૧૪માં ભાજપને ૨૯માંથી ૨૨ બેઠકો તો જેડીયુને ફક્ત ૨ બેઠકો મળી હતી, જો ભાજપ ૧૭ બેઠકો પર ચૂંટણી લડે તો તેના હાલના ૫ સાંસદોની ટિકિટ કપાશે અને ૧૨ બેઠકો પરની દાવેદારી ખતમ થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter