ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે તો કોંગ્રેસે ફરીથી સત્તાથી દૂર રહેવુ પડશે. ભાજપે સત્તા પર કબજો જમાવી લીધો છે પણ પાર્ટીના બે દિગ્ગજ નેતા અને ગોવાના બે ડેપ્યુટી સીએમ પોતાના કોંગ્રેસી ઉમેદવારો સામે હારી ગયા છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજગાંવકર મડગાંવ બેઠક પર વિપક્ષના નેતા કોંગ્રેસના દિગંબર કામત સામે હાર્યા હતા. તો બીજા નાયબ મુખ્ય પ્રધાન ચંદ્રકાંત કાવલેકરનો ક્યૂપેમ બેઠક પર પરાજય થયો હતો. ગોવામાં ભાજપની જીત જરુર થઇ છે પરંતુ તેના ઘણા ઉમેદવારો નજીકના અંતરથી જીત્યા છે. સ્વયં મુખ્ય પ્રધાન સાવંત પણ નાના અંતરથી વિજેતા બન્યા છે. ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીએ તો જોવા મળે છે કે ગોવામાં ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતરેલી તૃણમૂલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારણે ભાજપને નુકસાન થયું નથી બલકે આ આ પાર્ટીઓએ કોંગ્રેસના વોટ કાપ્યા છે જેના કારણે ભાજપને ફાયદો થયો છે.


