ભાજપ માટે તામિલનાડુ - કેરળમાં આકરાં ચઢાણ, ‘ના’ મળ્યાં ધાર્યા પરિણામ

Wednesday 05th May 2021 00:51 EDT
 

નવી દિલ્હીઃ ચૂંટણીના પરિણામોને જોતા સ્પષ્ટ છે કે ભાજપ માટે દક્ષિણનો કિલ્લો સર કરવો આસાન નથી. તામિલનાડુમાં ૨૩૪ બેઠકો પર સત્તાધારી એઆઇએડીએમકે અને ડીએમકે વચ્ચે સ્પર્ધા છે. એઆઇએડીએમકે અને ભાજપનું ગઠબંધન છે. ઇ. પલાનીસ્વામીએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ પણ કર્યો. તો ભાજપે પુરી તાકાત સાથે તામિલનાડુમાં ચૂંટણી લડી છતાં તેઓ ડીએમકે કરતાં પાછળ રહ્યા.
દક્ષિણ ભારતમાં કેરળ એક એવું રાજ્ય છે જ્યાં છેલ્લા લાંબા સમયથી ભાજપ પગપેસારો કરવા માટે મથામણ કરે છે. ભાજપે ‘વિજય યાત્રા’ સાથે કેરળમાં ધમાકેદાર ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આટઆટલું કરવા છતાં ભાજપ માટે ચૂંટણીના પરિણામો ખુબ જ નિરાશાજનક રહ્યા છે. કેરળમાં ભાજપે આ વખતે સબરીમાલા મંદિરના મુદ્દા પર ખુલીને લોકોનું સમર્થન કર્યું હતુ અને લવજેહાદના કાયદાની વાત પણ કરી હતી. ટૂંકમાં તામિલનાડુ હોય કે કેરળ, કે પછી કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, આ ત્રણે દક્ષિણના રાજ્યોમાં ભાજપને ધારી સફ્ળતા મળી નથી. ભાજપ પાસે દક્ષિણમાં ફ્ક્ત કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં તે સત્તામાં છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેલંગાણા અને કર્ણાટકને છોડીને બીજેપીનું ખાતું પણ ખુલ્યું નહોંતુ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter