ભાજપના ૧૨ સાંસદો સમિતિઓમાંથી હટાવાયા

Thursday 17th March 2016 02:15 EDT
 
 

નવી દિલ્હીઃ સમિતિઓમાં ગેરહાજરીના કારણે શાસક ભાજપના જ ૧૨ સાંસદોને ત્રણ મહત્ત્વપૂર્ણ સંસદીય સમિતિઓમાંથી કાઢી મુકાયા છે. આ સમિતિઓમાં પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસસી), એસ્ટિમેટ સમિતિ અને સાર્વજનિક ઉદયમ સમિતિનો સમાવેશ થાય છે. ત્રણેય સમિતિઓનો એક વર્ષનો કાર્યકાળ ૩૦ એપ્રિલે પૂરો થઈ રહ્યો છે. આ સાંસદોના નામ બીજી વખત સમિતિઓને નહીં અપાય.

સૌથી વધુ છ સાંસદોને એસ્ટિમેટ સમિતિમાંથી હટાવાયા છે, જેમાં વિનોદ ખન્ના, દર્શના વિક્રમ જદોહ, સંજય જયસ્વાલ, કીર્તિ આઝાદ, ઓમ બિરલા અને ગણેશ સિંહાનો સમાવેશ થાય છે. એસએસ અહલુવાલિયા, દુષ્યંત સિંહ અને રમેશ પોખરિયાલ નિશંકને પબ્લિક એકાઉન્ટ કમિટિ (પીએસી)માંથી હટાવાયા છે. વરુણ ગાંધી, મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ નંદકુમાર સિંહ ચૌહાણ અને પંકજ ચૌધરીને સાર્વજનિક ઉદયમ સમિતિમાંથી દૂર કરાયા છે. સંસદીય કાર્યપ્રધાન એમ. વેકૈંયા નાયડુએ આ અંગે વધુ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter