ગેમ મેકર
૧૦ રાજ્યમાં ૨૪૬ બેઠક જીતી. જે ત્રણ રાજ્યમાં સરકાર ગુમાવી હતી, ત્યાં ૬૫માંથી ૬૨ બેઠક જીતી લીધી.
૨૦૧૪માં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા, હિમાચલ, ઉત્તરાંચલ, બિહાર અને દિલ્હીની કુલ ૨૭૩ બેઠકમાંથી ૨૪૦ બેઠક જીતનારા ભાજપે આ વખતે અહીં ૨૪૬ બેઠક જીતી. હજુ ચાર મહિના પહેલા વિધાનસભા ચૂંટણીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં સરકાર ગુમાવી હોવા છતાં ભાજપને આ રાજ્યોમાં ૬૨ બેઠક મળી છે. ૨૦૧૪માં પણ આટલી જ બેઠક હતી.
ગેમ ચેન્જર
ઉત્તર પ્રદેશમાં ૬૨ બેઠક મળી, સપા-બસપાના જાતિવાદી રાજકારણનો જવાબ રાષ્ટ્રવાદથી આપ્યો.
૨૦૧૪માં ભાજપે ઉત્તર પ્રદેશમાં ૭૧ બેઠક જીતી હતી, જ્યારે આ વખતે ૬૨ મળી. મતલબ કે ફક્ત ૯ બેઠકનું નુકસાન, જ્યારે સપા-બસપાના ૨૦૧૪ના મતની ટકાવારી જોઈએ તો અહીં ભાજપને ૪૦ બેઠકનું નુકસાન થઈ શકે એમ હતું. સપા-બસપા ગઠબંધનમાં ફક્ત જાતિ આધારિત મત બંધાયેલા હતા. મોદી રાષ્ટ્રવાદનો મુદ્દો લાવ્યા, જે સપા-બસપાને ભારે પડ્યો. ભાજપે ૬૦ બેઠક પહેલાં જ પસંદ કરી હતી, ૨૦ બેઠક પર ખાસ ધ્યાન ના આપ્યું.
ગેમ બ્રેકર
કર્ણાટકમાં સરકાર ગુમાવી હતી, ત્યાં ૨૮માંથી ૨૪ બેઠક જીતી લીધી. બંગાળ-ઓડિશામાં સૌથી વધુ સફળતા મેળવી.
૨૦૧૪માં ભાજપે બંગાળમાં બે અને ઓડિશામાં ફક્ત એક બેઠક જીતી હતી. આ વખતે ભાજપ બંગાળમાં ૧૮ અને ઓડિશામાં ૯ બેઠક જીતવામાં સફળ રહ્યો. મતલબ કે ૨૨ બેઠક વધુ. આ રીતે કર્ણાટકમાં ગયા વર્ષે સરકાર ગુમાવવા છતાં ભાજપે આ ચૂંટણીમાં જબરદસ્ત વાપસી કરીને ૨૪ બેઠક જીતી
લીધી. કોંગ્રેસ-જનતા દળ (એસ) ગઠબંધનને સરકારમાં હોવા છતાં ફક્ત બે બેઠક મળી.


