નવી દિલ્હીઃ ઈરાનના ગેસ ફિલ્ડ ફરઝાદ-બીના વિકાસ માટે ભારત ૩થી ૪ અબજ ડોલરનું રોકાણ કરે એવી શક્યતા છે. એ માટેનો પ્રસ્તાવ તૈયાર થઈ ચૂક્યો છે. ભારતને ઈરાન વર્ષોથી ગેસ પૂરો પાડે છે, પરંતુ ઈરાનના કેટલાક ગેસ ફિલ્ડ રશિયાને સોંપાયા પછી ભારત-ઈરાન વચ્ચે સબંધો જરા તંગ થયા હતા. હવે ફરીથી ભારત-ઈરાન વચ્ચે ગેસ ફિલ્ડના કરાર દ્વારા સબંધો મજબૂત બને એવી શક્યતા છે.