નવી દિલ્હીઃ પહેલી જાન્યુઆરીએ ભારત આઠમી વખત અસ્થાયી સભ્ય દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ફ્રાન્સે ભારતનું સ્વાગત કર્યું હતું. હવે આગામી બે વર્ષ માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નો સભ્ય રહેશે. ફ્રાન્સે ભારતના વખાણ કર્યાં હતાં અને આ સભ્યપદ માટે સમર્થન પણ આપ્યું હતું.

