ભારત-બાંગલાદેશ વચ્ચે લક્ઝરી ક્રૂઝ સેવાની વિચારણા

Friday 24th June 2016 06:37 EDT
 
 

કોલકાતા: ભારત અને બાંગ્લાદેશ ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે એક લક્ઝરી ક્રૂઝ સેવા શરૂ કરવા કરાર કરશે જે પ્રવાસીઓને કોલકાતાથી ઢાકા લઇ જશે. હાલમાં માત્ર માલસામાન માટે જ કોલકાતા-ઢાકા વચ્ચે ફેરી સર્વિસ ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં પ્રવાસીઓની હેરફેર માટે પણ ક્રૂઝ શિપ શરૂ કરવા કરાર થશે જેના પછી પ્રવાસીઓ પણ નદી માર્ગે ઢાકા કે કોલકાતા આવન જાવન કરી શકશે. એવું વહાણવટા મંત્રાલય હેઠળના ઇન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહાયક ડિરેકટર અરવિંદ કુમારે કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યોજનામાં પ્રગતિ થઇ રહી છે અને ચાલુ વર્ષના અંત સુધીમાં મુસાફરો માટે પણ ફેરી સર્વિસ શરૂ કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter