નવી દિલ્હીઃ બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારત સહિત ૪૦ દિશોએ તેની સાથે નાગરિક ઉડ્ડયનના વ્યવહારો સ્થગિત કર્યા હતા. ભારતે તાજેતરમાં આ નિર્ણય બદલીને નવી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે, બ્રિટન માટે ૮ જાન્યુઆરીથી ફરી ફ્લાઈટ શરૂ થશે. તેમણે કહ્યું કે, ૨૩ જાન્યુઆરી સુધી એક સપ્તાહમાં માત્ર ૧૫ ફ્લાઈટ ઉડ્ડયન કરશે. દિલ્હી, મુંબઈ, બેંગ્લુરુ, અને હૈદરાબાદ ખાતેથી તે ફ્લાઈટ ઉડશે. બ્રિટનમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં ૨૩ ડિસેમ્બરથી ફ્લાઈટ સ્થગિત કરવામાં આવી હતી.

